Content Status

Type

Linked Node

H5Content
Content

નિક્ષય ઈન્ટરફેસ

નિક્ષયમાં લૉગિન કર્યા પછી, NTEP હેલ્થ સ્ટાફ દ્વારા શેર કરાયેલ લૉગિનનો ઉપયોગ કરીને, સારવાર સહાયક નીચેના બટનને ઍક્સેસ કરી શકશે:

  • નવી નોંધણી: નિક્ષયમાં નવા કેસોની નોંધણી કરવાની સુવિધા આપે છે
  • દર્દીને શોધો: દર્દીના નામ, નિક્ષય આઈડી અને જૂના નિક્ષય આઈડીનો ઉપયોગ કરીને તેની સાથે મેપ કરાયેલા દર્દીઓને શોધવાની સુવિધા  આપે છે.
  • દર્દીની તપાસના પરીક્ષણ ઉમેરો: બધા દર્દીઓ માટે તપાસના પરીક્ષણો ઉમેરવાની સુવિધા આપે છે.
  • નિદાન બાકી છે: નિદાન માટે બાકી રહેલા દર્દીઓની સૂચિ જોવા માટે છે 
  • સારવાર પર નથી: એવા દર્દીઓની સૂચિ જુઓ કે જેઓનું નિદાન થયું છે પરંતુ સારવાર શરૂ કરવાની બાકી છે.
  • સારવાર પરના દર્દીઓ : સારવાર લેતા દર્દીઓની યાદી આપે છે
  • આપવામા આવેલ સારવારના પરિણામ: દર્દીઓની યાદી આપે છે જેમણે તેમની સારવાર પૂર્ણ કરી છે
  • તાલીમ સાહિત્ય : નિક્ષય પર ઉપલબ્ધ તાલીમ સાહિત્યને જોઈ શકાય છે
  • દર્દીનો સારાંશ: નોંધાયેલા સંભવિત કેસો, નિદાન અને સારવાર શરૂ કરાયેલા દર્દીઓની સંક્ષિપ્ત ઝાંખી આપે છે.
  • કાર્ય સૂચિ: સારવાર પાલનને લગતી બાકી પ્રવૃત્તિઓની સૂચિ જોવાની સુવિધા આપે છે, સારવારના પરિણામ અને મેપ કરાયેલ દર્દી માટે બેંક વિગતો ખૂટતી હોય તેની માહિતી પણ આપે છે.
  • તાજેતરના અપડેટ્સ: નિક્ષય પર તાજેતરમા રીલીઝ થયેલ સુવિધાઓના નવા અપડેટ્સ આપે છે.
આકૃતિ: નિક્ષય હોમ પેજ

 

Page Tags

Content Creator

Reviewer

Comments