Content Status

Type

Linked Node

H5Content
Content

દર્દી પ્રવાહ

જેમને ટીબી રોગ હોવાની શંકા હોય તેઓને, 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ અને તાવ, ગળફામાં લોહી પડવુ  અને વજનમાં ઘટાડો જેવા લક્ષણો માટે પરખ (સ્ક્રીનિંગ) કરવામાં આવે છે. જો સ્ક્રીનીંગમાં લક્ષણો જણાય તો ટીબીના દર્દીઓને નજીકની આરોગ્ય કેન્દ્ર (ડીએમસી(DMC)/નાટ(NAAT) ફેસીલીટી) માં નિદાન માટે રીફર કરવામાં આવે છે. જો ટીબી હોવાનું તપાસ માં સાબિત થાય છે, તો પછીથી તેમની સારવાર શરૂ કરવામાં આવે છે. સારવાર પર શરૂ કરાયેલા ટીબીના દર્દીઓનું ફિલ્ડ સ્ટાફ અથવા 99DOTS અને MERM (મેડિકેશન ઇવેન્ટ રિમાઇન્ડર મોનિટર/Medication Event Reminder Monitor) ટેક્નોલોજી જેવા ડિજિટલ સુવિધા  ની મદદથી નિયમિતપણે દેખરેખ રાખવામાં આવે છે. ટીબીના દર્દીઓ તેમની સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી માસિક ધોરણે નિયમિતપણે ફોલોઅપ કરવામાં આવે તે બાબતને NTEP સ્ટાફ સુનિશ્ચિત કરે છે

આકૃતિ: માઈક્રોસ્કોપી

Content Creator

Reviewer