Linked Node
TB Case classification in NTEP
Learning ObjectivesTB cases are classified into different types based on a set of factors such as:
- Site of disease
- Previous history of TB treatment
- Resistance to anti-TB drugs
- Basis of diagnosis
NTEP માં ટીબી કેસોનું વર્ગીકરણ
ટીબીના કેસોને સામાન્ય રીતે ટીબીની સારવારના અગાઉના ઈતિહાસના આધારે નવા અને અગાઉ સારવાર કરાયેલા કેસોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
નવો કેસ (નવો દર્દી) - ટીબીના દર્દી કે જેમણે ક્યારેય ટીબીની સારવાર લીધી ન હોય અથવા એક મહિના કરતા ઓછા સમય માટે ટીબી વિરોધી દવાઓ લીધી હોય તેને નવા કેસ તરીકે ગણવામાં આવે છે.
અગાઉ સારવાર લીધેલ દર્દીઓને ભૂતકાળમાં 1 મહિના કે તેથી વધુ ટીબી વિરોધી દવાઓ મળી છે. તેઓને વધુ આ રીતે વર્ગીકૃત કરી શકાય છે:
રીકરન્ટ ટીબી કેસ (ઊથલો મારેલ દર્દી) - ટીબીના દર્દીને અગાઉ સફળતાપૂર્વક સારવાર (ક્યોર/ટ્રીટમેન્ટ) તરીકે જાહેર કરવામાં આવેલ હોય અને ત્યારબાદ તે ફરીથી માઇક્રોબાયોલોજીકલ રીતે પુષ્ટિ થયેલ ટીબી કેસ રીકરન્ટ ટીબી કેસ કહેવાય છે.
ટ્રીટમેન્ટ આફટર ફેલ્યોર (સારવાર નિષ્ફળ ગયેલો દર્દી) – જે દર્દીની સારવારના અંતે ગળફાની તપાસ કરતા પોઝીટીવ રીઝલ્ટ આવે ત્યારે દર્દીને ટ્રીટમેન્ટ આફટર ફેલ્યોર ટીબી કેસ કહેવાય છે.
ટ્રીટમેન્ટ આફ્ટર લોસ્ટ ટૂ ફોલોઅપ ટીબી કેસ (સારવાર અધૂરી છોડી દીધેલો દર્દી) - ટીબીના દર્દીએ અગાઉ 1 મહિના કે તેથી વધુ સમય માટે ટીબીની સારવાર લીધી હોય અને એક મહિના સુધી સતત સારવાર છોડી દીધેલ હોય અને દર્દી ફરીથી સારવાર લેવા માટે આવે ગળફાની તપાસ કરતા પોઝીટીવ રીઝલ્ટ આવે ત્યારે દર્દીને ટ્રીટમેન્ટ આફ્ટર લોસ્ટ ટૂ ફોલોઅપ ટીબી કેસ કહેવાય છે.
Resources:
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments