Content Status

Type

Linked Node

H5Content
Content

ક્ષય રોગ નું નિદાન તથા વિવિધ પધ્ધતીઓ

નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) તમામ સંભવિત ટીબી દર્દીઓને માઇક્રોબાયોલોજીકલી પુષ્ટિ કરવા માટે પ્રયત્ન કરે છે. NTEP હેઠળ, ટીબીના માઇક્રોબાયોલોજીકલ નિદાન માટેની સ્વીકાર્ય પદ્ધતિઓ છે

સ્પુટમ સ્મીયર માઈક્રોસ્કોપી (એસિડ ફાસ્ટ બેસિલી - AFB માટે)

ગળફા ની માઈક્રોસ્કોપ દ્વારા તપાસ: સ્પુટમ સ્મીયર માઈક્રોસ્કોપી એ તપાસ માટે ની પ્રાથમિક ચાવી છે જે ફેફસાંના ટીબીનું નિદાન કરવાની વિશ્વસનીય, સસ્તી, સરળતાથી સુલભ અને ઝડપી પદ્ધતિ છે, જેમા ગળફાની માઈક્રોસ્કોપ દ્વારા તપાસ કરવામા આવે છે. જેના બે પ્રકાર છે:

  • ઝીલ-નેલ્સન સ્ટેઈનિંગ
  • ફ્લોરોસેન્સ સ્ટેઈનિંગ

આકૃતિ: માઈક્રોસ્કોપી

રેપિડ ડાયગ્નોસ્ટિક મોલેક્યુલર ટેસ્ટ

રેપિડ મોલેક્યુલર ટેસ્ટ કે જેમાં NAAT જેવી તકનીકોનો ઉપયોગ થાય છે ને તે ખૂબ જ ચોક્કસ નિદાન કરે છે. 

ન્યુક્લીક એસિડ એમ્પ્લીફિકેશન ટેસ્ટ (NAAT) : દા.ત., GeneXpert, TrueNat

આકૃતિ: CBNAAT માટે જિનએક્સપર્ટ મશીન

આકૃતિ: CBNAAT માટે 

  • લાઇન પ્રોબ એસે

    કલ્ચર અને ડીએસટી: કલ્ચર ટેસ્ટમાં ચોક્કસ પ્રકાર ના બેક્ટેરિયા ની હાજરી શોધવામાં આવે છે. ટીબી કલ્ચર ટેસ્ટના કિસ્સામાં, ટીબીના બેક્ટેરિયા માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ હાજર છે કે કેમ તે જોવા માટે ટેસ્ટ કરવામાં આવે છે.

    બે પ્રકાર:

  • સોલિડ (લોવેનસ્ટીન જેન્સન) મીડિયા 
  • લિક્વિડ મીડિયા દા.., બેક્ટેક MGIT વગેરે

Content Creator

Reviewer

Comments

drharshshah Fri, 10/03/2023 - 11:40

I have entirely updated the section with images. Kindly review it and modify accordingly.